Latest Posts:

Director, direction

ડિરેક્ટર તરીકે અંકિત સાખિયાની આ ડેબ્યુ ફિલ્મ છે. આ અગાઉ તેમણે Pehla Gulzaar નામની એક રોમેન્ટિક સીરીઝ બનાવી હતી (આ સીરીઝ યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેનું ‘ગાલિબના શેર જેવી છોકરી’ એક અતિ સુંદર અને હાર્ટ-ટચિંગ ગીત છે).

તેમની વ્યક્તિગત સાદગી, અને ફિલ્મ બનાવવા પાછળનું તેમનું ગાંડપણની હદ સુધીનું પેશન, ડિરેક્ટર તરીકે તેમના આ બંને પોઈન્ટ્સ ખરેખર નોંધવા લાયક છે. કેમ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારનું ગાંડપણ ખુબ રેર જોવા મળે છે.

તેમણે પોતાના અમુક ઈન્ટરવ્યુંમાં પૂરી પ્રમાણિકતાથી એવી વાતો પણ કબુલી છે, જેને જાહેરમાં કહેવી કોઈ ફિલ્મમેકર ક્યારેય પણ પંસદ નહી કરે, ખાસ કરીને આટલી પ્રચંડ સફળતા પછી.

Strong, plus points

Conclusion

Laalo: Krishna Sada Sahaayate (2025) એ ગુજરાતી સિનેમાનો એક ઐતિહાસિક માઇલસ્ટોન છે. ફિલ્મની કમાઈનો આંકડો જ ફિલ્મની શક્તિ દર્શાવે છે.

જો તમે ધાર્મિક હોવ, જો તમે ગંભીર ફિલ્મોને પસંદ કરતા હોવ, ફિલ્મને જોવાની સાથે સમજવાની ટેવ ધરાવતા હોવ, અને ફિલ્મો દ્વારા કંઇક જાણવા, શીખવા પણ માંગતા હોવ, તો આ ફિલ્મ તમને ગમી શકે છે. પોતાની ભૂલોમાંથી શીખનારને, ઉપરાંત આત્મચિંતન કરનાર વ્યક્તિઓને પણ આ ફિલ્મ ગમી શકે છે.

જો તમે ગુજરાતી સીનેમાંની potential જોવા માંગતા હોવ, તો આ ફિલ્મ એક masterclass છે. તે સાબિત કરે છે કે story, faith અને honesty, આ ત્રણે વસ્તુઓ હોય તો સ્ટાર્સ, હવી બજેટ કે મોટા બેનર્સની જરૂર નથી.

“કૃષ્ણ સદા સહાયતે” આ ટેગ લાઈન ફિલ્મ માટે પરફેક્ટ છે. કારણ કે આ ફિલ્મને ભગવાન કૃષ્ણની જેમ જ ઓડીયન્સનો સાથ મળ્યો, slow start, પણ પછી divine intervention. આ ફિલ્મ OTT ઉપર ઉપલબ્ધ છે, જો ના જોઈ હોય તો આજે જ જોવો.

આ બ્લોગ આધારિત તમારા thoughts, feedback, નીચેના ‘comment section’માં લખી શકો છો, અથવા E-mail અને WhatsApp પણ કરી શકો છો.

Author

Hey there, I am Rahul... My true passion lies in the world of movies and film direction... I express my perspective on filmmaking, direction, and acting through my blog, GujaratiFilmmaking.com. Additionally, I share my thoughts on film reviews and analysis on GujaratiFilmreview.in

Write A Comment