Introduction
GujaratiFilmReview.in વેબસાઈટ ગુજરાતી ફિલ્મો આધારિત એક બ્લોગ વેબસાઈટ છે, જેમાં ગુજરાતી ફિલ્મોના Detailed Reviews અને Technical Analysis કરવામાં આવે છે.
Our Vision – What we think?
હોલીવુડ અને બોલીવુડની ફિલ્મો વિશે જ્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવે, ત્યારે IMDb અને Wikipedia જેવા અનેક પ્લેટફોર્મ્સ ઉપર તેની નાનામાં નાની માહિતી પણ ઉપલબ્ધ હોય છે. ઉપરાંત હોલીવુડ ફિલ્મોની theme, screenplay, editing વગેરે જેવા દુર્લભ વિષયો ઉપર પણ અલગથી વિસ્તૃત બ્લોગ્સ અને આર્ટીકલ્સ લખાય છે.
પણ જ્યારે ગુજરાતી ફિલ્મો વિશે સર્ચ કરવામાં આવે, ત્યારે IMDb અને Wikipedia ઉપર તેના વિશે ખૂબ જ ઓછી માહિતી જોવા મળે છે. કેમ કે ગુજરાતી ફિલ્મોની તો સામાન્ય અને જરૂરી માહિતી વિશે પણ કંઈ ખાસ લખાતું નથી.
આ સિવાય, ગુજરાતી ફિલ્મોના મોટાભાગના રીવ્યુ ફક્ત દર્શકોને ધ્યાનમાં રાખીને ટૂંકમાં લખવામાં આવે છે, જેમાં ફિલ્મનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવતું નથી.
તેમજ, આ રીવ્યુમાં મોટાભાગે એક્ટર્સ, ડિરેક્ટર્સ વિશે જ સૌથી વધુ લખાય છે, જ્યારે કેમેરાની પાછળ કામ કરતા રાઈટર, સિનેમેટોગ્રાફર, એડિટર જેવા અનેક મહત્વના ટેકનિશિયન્સ, તેમનું કામ અને તેમની મહેનત વિશે ફક્ત એક-બે લાઈન સિવાય ડિટેલ્સમાં લખવામાં આવતું નથી.
Our Mission – What we do?
ગુજરાતી ફિલ્મો વિશેની આ વિશેષ માહિતીના અભાવને દૂર કરવા માટે, એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ, જ્યાં ફિલ્મ રીવ્યુની સાથે ફિલ્મના દરેક Technical અને Creative પાસાઓની વિગતવાર અને મહત્તમ માહિતી પણ મળી શકે.
GujaratiFilmReview.in વેબસાઈટમાં ફિલ્મના દરેક વિભાગ, જેમ કે Screenplay, Acting, Cinematography, Editing, Direction ઉપરાંત અન્ય Technical તેમજ Creative મુદ્દાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં ફિલ્મના Plus Points, Minus Points, Goofs અને Trivia વગેરેનો સમાવેશ કરીને, ફિલ્મનું ઊંડાણપૂર્વક Analysis કરીને તેના વિશે વધુમાં વધુ માહિતી લખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
અમારો પ્રયાસ ગુજરાતી ફિલ્મોની એ વિશેષ માહિતી પૂરી પાડવાનો છે, જે સામાન્ય રીતે મીડિયામાં વધુ લખાતી નથી, ચર્ચાતી નથી અને તેની નોંધ પણ લેવાતી નથી.
આ વેબસાઇટ, ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો, રીવ્યુઅર્સ, ક્રિટીક્સ, ફિલ્મમેકર્સ, ફિલ્મ સ્ટુડન્ટ્સ અને ફિલ્મ લવર્સ, વગેરે દરેકના પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.