Movie: Asambhauuu (2026)
Genres: Fantasy, Drama
Director: Parth Trivedi
Writer: Pratiksinh Chavda, Parth Trivedi
Casts: Raunaq Kamdar, Shivani Bhardwaj, Mitra Gadhvi, Chetan Daiya, Tatsat Munshi, Premal Yagnik, Hetal Mody, Jitendra Thakkar, Tusharika Rajyaguru.
Production Company: Anand Pandit Motion Pictures, Jannock Films.
Storyline
ચિંતન (રોનક કામદાર) પોતાના કુતરા ચિન્ટુને માત્ર એક પાલતુ પ્રાણી તરીકે નહીં, પરંતુ પોતાના ભાઈ સમાન માને છે. બંને વચ્ચે એક ગાઢ ઈમોશનલ બોન્ડીંગ છે. ચિન્ટુ પણ ચિંતનને એટલો જ પ્રેમ કરે છે, અને બંને એકબીજાની લાગણીઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજે છે. તેમના સંબંધમાં કમ્પેનિયનશિપ અને અનકન્ડિશનલ લવ છે.
ચિંતનને કાવ્યા (શિવાની ભારદ્વાજ) નામની એક છોકરી પસંદ આવે છે, કાવ્યા એક સ્કૂલ ટીચર છે. ચિન્ટુ બંનેને એકબીજાની નજીક લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમય જતાં ચિંતન અને કાવ્યાનો સંબંધ લગ્ન સુધી પહોંચે છે.
પરંતુ લગ્ન પહેલાં જ એક અણધારી દુર્ઘટના બને છે, એક બેફામ દોડતી કારથી ચિંતનને બચાવવા જતા ચિન્ટુ પોતાનો જીવ ગુમાવે છે.
પરંતુ અહીંથી ફિલ્મનો મૂળ ફેન્ટસી પ્રિમાઇઝ શરૂ થાય છે. યમરાજ (ચેતન દૈયા) દ્વારા ભૂલથી ચિંતનના બદલે ચિન્ટુનો જીવ લઈ લેવામાં આવે છે. જ્યારે તેમને આ ભૂલની જાણ થાય છે, ત્યારે ચિન્ટુના આત્માને એક મૃત માનવ શરીરમાં પ્રવેશ કરાવી તેને ચિંતનના લગ્ન સુધી એ શરીરમાં રહેવાની છૂટ આપે છે. મતલબ, ચિન્ટુનો આત્મા હવે માનવ શરીરમાં છે.
આમ હવે ચિન્ટુને એક માનવ શરીર મળ્યું, અને તે એક મનુષ્ય તરીકે ફરી ચિંતનની સામે આવે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચિંતન પોતાના સૌથી પ્રિય સાથીને માનવ સ્વરૂપમાં ઓળખી શકશે કે નહીં, અને આ અણધારી પરિસ્થિતિ આગળ કઈ દિશામાં જશે? તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
Actors, acting, characters, characterization, character development
ચિંતનના પાત્રમાં રોનક કામદારનું પરફોર્મન્સ ખૂબ જ એનર્જેટિક છે. તેમના અભિનયમાં પાત્રનો ઉત્સાહ અને ઇમોશનલ એટેચમેન્ટને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચિન્ટુ સાથેના તેમના સંબંધને કારણે પાત્રને શરૂઆતથી જ એક સ્પષ્ટ ઇમોશનલ એન્કર મળે છે.
કાવ્યા તરીકે શિવાની ભારદ્વાજ એક સ્કૂલ ટીચરના પાત્રમાં છે. કેટલાક શોટ્સ અને ખાસ કરીને અમુક ફેશિયલ એક્સપ્રેસન્સમાં તેઓ થોડેઘણે અંશે રશ્મિકા મંદાન્ના જેવા પણ દેખાય છે.
મિત્ર ગઢવીનું પરફોર્મન્સ ફિલ્મમાં ખાસ નોંધપાત્ર છે. તેમની એક્ટિંગ ફિલ્મના કોમિક અને એન્ટરટેઇનિંગ પોર્શન્સમાં વધુ પ્રાણ ફૂંકે છે. ખાસ કરીને તેમના પાત્રમાં ફિઝિકલ પરફોર્મન્સ પણ ખુબ મહત્વપૂર્ણ બન્યું છે, જેમાં એક શ્વાનની આંગિક ભાષા, ચહેરાના સજાગ ભાવ અને માનવ શરીરમાં શ્વાનની ચેષ્ટાઓ દર્શાવતા તેમણે અદ્ભુત એક્ટિંગ કરી છે.
યમરાજ તરીકે ચેતન દૈયાને જોવાની ખરેખર એક અલગ જ મજા છે. તેમને આ પ્રકારના કોમિક કેરેક્ટરાઇઝેશનમાં જોવાનો અનુભવ ફિલ્મમાં એક અલગ ફ્લેવર ઉમેરે છે.
તત્સત મુનશી અહીં નેગેટીવ કેરેક્ટરમાં છે, તેઓ આ ભૂમિકામાં સંપૂર્ણપણે છવાઈ ગયા છે. તેમની બોડી લેંગ્વેજ અને સ્ક્રીન પ્રેઝન્સમાં તેમના કેરેક્ટરની ક્રૂરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
અન્ય કેરેક્ટરમાં પ્રેમલ યાજ્ઞિક, હેતલ મોદી, જીતેન્દ્ર ઠક્કર, તુષારિકા રાજ્યગુરુ વગેરે છે, અને હા, રોનક જોડે અગાઉ Ittaa Kittaa (2024) ફિલ્મમાં આવેલી નાનકડી પ્રીન્સી પ્રજાપતિ અહી એક નાના રોલમાં જોવા મળે છે.
Cinematography
મિહિર ફિચડિયા ફિલ્મના સિનેમેટોગ્રાફર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની ખાસિયત એ છે કે કેમેરા લેંગ્વેજને નેરેટિવના કેરેક્ટર પર્સ્પેક્ટિવ સાથે જોડવાનો અહી ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મની પહેલી પાંચ મિનીટમાં જ સિનેમેટોગ્રાફીના ત્રણ મહત્વપૂર્ણ શોટ્સ જોવા મળે છે. જેમાં સાઈકલ પર પાર્થ ઓઝાનો ‘ટોપ એન્ગલ શોટ’, કુતરો બાસ્કેટ લઈને જાય છે તે ‘સ્નોરીકેમ શોટ’ અને ત્યારબાદ કુતરો બાસ્કેટ હેતલ મોદીને આપીને જોઈ રહે છે તે ‘ટિલ્ટ શિફ્ટ ફોકસ શોટ’.
ફિલ્મમાં શરૂઆતથી લઈને અંત સુધી કૂતરાના ‘પોઈન્ટ ઓફ વ્યુ શોટ’ને ધ્યાનમાં રાખીને ‘ટિલ્ટ શિફ્ટ ફોકસ શોટ’નો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે. ટેકનિકલી જોવામાં આવે તો આ ફિલ્મમાં આ ટેકનીક સૌથી વધુ સારી રીતે મોટીવેટેડ થયેલી જોવા મળે છે.
ગુજરાતી ફિલ્મોમાં ‘ટિલ્ટ શિફ્ટ ફોકસ’ શોટ લગભગ પહેલી વાર જોવા મળ્યો છે. જયારે હોલીવુડ ફિલ્મોમાં આ શોટનું સૌથી બેસ્ટ ઉદાહરણ The Assassination of Jesse James by the Coward Robert Ford (2007) ફિલ્મમાં ખાસ જોવા મળશે.
Editing
ફિલ્મના એડિટર પાર્થ વ્યાસ દ્વારા ફિલ્મમાં ‘વીપ કટ્સ’નો ક્રિએટીવ ઉપયોગ ઘણા સીન્સમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં રોનકનો સીન, ત્યારબાદ પોતાના લગ્નમાં મિત્રને શોધતો રોનકનો સીન, અને આ ઉપરાંત બીજા ત્રણેક સીન્સમાં ‘વીપ કટ્સ’નો ઉપયોગ ધ્યાન ખેંચે છે.
Director, direction
ફિલ્મના ડિરેક્ટર પાર્થ ત્રિવેદી છે, તેમની ફિલ્મમેકિંગ એપ્રોચ પરથી એવું સ્પષ્ટ થાય છે કે તેઓ મોડર્ન ફિલ્મમેકિંગ ટેકનિક્સ અને કન્ટેમ્પરરી વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગથી સારી એવી પરિચિતતા ધરાવે છે.
ડિરેક્ટર તરીકે છેલ્લા ત્રણ વર્ષમાં આ તેમની ત્રીજી ફિલ્મ છે અને તેમની ફિલ્મોમાં મોટાભાગે એક ફ્રેશ ટ્રીટમેન્ટ જોવા મળે છે.
અહી ખાસ નોંધવા જેવી બાબત છે કેરેક્ટર ઈન્ટ્રોડક્શન. રોનક, મિત્ર અને તત્સત, આ ત્રણેય એક્ટરના પ્રથમ અપીયરન્સને માત્ર સામાન્ય ઈન્ટ્રોડક્શન તરીકે નહીં પરંતુ એક સંપૂર્ણ સિનેમેટિક સીન તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
Improvisation
ફિલ્મના બે-ત્રણ સીન્સ એવા છે, જેને થોડા વધુ રિફાઇન્ડ એક્ઝિક્યુશન સાથે રજૂ કરી શકાય તેમ હતા, ઉદાહરણ તરીકે:
(1). રોનક જ્યારે મિત્રના કપાળના જખમ પર આંગળી ફેરવે છે, તે સીનમાં જખમને બદલે લોહીની માત્ર એક પાતળી લાઇન દેખાય છે. અહીં ઇન્જરી ડિટેલિંગમાં થોડું વધુ ધ્યાન આપવામાં આવ્યું હોત તો શોટ વધુ કન્વિન્સિંગ બની શક્યો હોત.
બીજું, અંતે લગ્ન પછી રોનક, શિવાની અને મિત્ર ત્રણેયનો સાથેનો સીન છે. આ સીનમાં લગ્નના મહેમાનોની સંખ્યામાં થોડી કમી જણાય છે. અહીં બેકગ્રાઉન્ડ એક્શન, ક્રાઉડ કંટીન્યુઇટી થોડું વધુ રાખવામાં આવ્યું હોત તો વેડિંગ એન્વાયરન્મેન્ટ વધુ બિલીવેબલ બની શક્યું હોત.
આ બંને બાબતોને સીધી ‘ભૂલ’ કહી શકાય નહીં. પરંતુ ફિલ્મમેકિંગમાં ઘણી વખત આવી નાની વિઝ્યુઅલ ડિટેલ્સ જ પ્રોડક્શન ડિઝાઇન, કંટીન્યુઇટી અને રિયાલિઝમના સ્તરને નક્કી કરે છે.
ખાસ કરીને જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહના પ્રોડક્શન સાથે ફિલ્મ જોડાયેલી હોય ત્યારે નેચરલી એક્સ્પેક્ટેશન્સ પણ વધારે હોય છે. મોડર્ન ફિલ્મમેકિંગમાં આ પ્રકારની ગ્રાઉન્ડેડ રિયાલિઝમ અને બિલીવેબલ બેકગ્રાઉન્ડ ડિટેલિંગ ફિલ્મને વધુ ઈમર્સિવ અને સીરિયસ બનાવે છે.
(2). યમરાજનું કેરેક્ટર કેટલાક સીન્સમાં થોડું લાઉડ લાગે છે. તેની ઇન્ટેન્સિટી અને કોમિક પ્રેઝન્ટેશન થોડું રિસ્ટ્રેઇન્ડ કરવામાં આવ્યું હોત તો કેરેક્ટર વધુ બેલેન્સડ લાગી શક્યું હોત.
હિંદુ ધાર્મિક પરંપરામાં યમરાજને અંતે એક આદરણીય પાત્ર તરીકે જોવામાં આવે છે. ફિલ્મમાં તેઓ પોતાના પ્રોપર માઇથોલોજિકલ ગેટ-અપમાં ન હોવા છતાં, તેમની ડાયલોગ લેંગ્વેજ અને ચોઇસ ઓફ વર્ડ્સ અંગે થોડું વધુ ધ્યાન આપી શકાય તેમ હતું. ખાસ કરીને તેમના મોએથી ‘ટોપા’ જેવો શબ્દ શિષ્ટ ભાષાની દૃષ્ટિએ સામાન્ય નથી.
અહીં Taqdeerwala (1995) ફિલ્મનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય. જેંમાં યમરાજ તરીકે કાદર ખાનનું કેરેક્ટર પણ કોમિક હતું, પણ તેમના ડાયલોગ ટ્રીટમેન્ટ અને લેંગ્વેજ કમ્પરેટિવલી વધુ યોગ્ય અને કન્ટ્રોલ્ડ લાગતા હતા.
જો અહી કોમેડી બતાવવાનો જ આશય હોય તો મોર્ડન ફિલ્મમેકિંગમાં તેના માટે અલગ અલગ અનેક ઓપ્શન્સ ઉપલબ્ધ છે.
આવા કેટલાક નાના પોઇન્ટ્સ પર ધ્યાન આપવું એટલા માટે મહત્વપૂર્ણ છે, કેમ કે આજના સોશિયલ-મીડિયા ડ્રાઇવન એરામાં કોઈ નાની ક્રિએટિવ ચોઇસ પણ ક્યારે હાઇલાઇટ થઈને નેગેટિવ ડિસ્કશનનું કારણ બની શકે તે કહી શકાય નહીં.
Strong, plus points
(1). સૌથી પહેલાં, ગુજરાતી સિનેમામાં કોઈ એનિમેલ-સેન્ટ્રિક ફિલ્મ બનાવવી, અને તેમાં એ પ્રાણીને જ ફિલ્મના મુખ્ય કેરેક્ટર તરીકે એસ્ટેબ્લિશ કરવું પોતે જ હિંમતભર્યો અને અલગ પ્રકારનો પ્રયાસ છે. ખાસ કરીને એક પ્રોફેશનલ ફિલ્મ પ્રોડક્શન હાઉસ માટે, જેમના માટે ફિલ્મ બનાવવાના અનેક ઓપ્શન્સ હોય.
ગુજરાતી સિનેમામાં સામાન્ય રીતે હ્યુમન કેરેક્ટર્સને કેન્દ્રમાં રાખીને વાર્તાઓ કહેવામાં આવે છે. તેની સરખામણીએ અહીં એક પ્રાણીને નેરેટિવનું ઇમોશનલ અને ડ્રામેટિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. એટલે કન્સેપ્ટ લેવલ પર ફિલ્મમાં કંઈક નવું કરવાનો પ્રયાસ સ્પષ્ટ જોવા મળે છે.
(2). ફિલ્મમાં વિજય દૈયાના દરેક સીન્સ ખૂબ કોમિક છે. તેમાં પણ જ્યારે ‘JSK’નો કોલ આવે છે, ત્યારે એ કન્વર્સેસન અને સંવાદો ઓડિયન્સને ખુબ જ સારી રીતે એન્ટરટેઇન કરે છે, અને ફિલ્મના હ્યુમરમાં મહત્વનું યોગદાન આપે છે. આ ઉપરાંત તેમના મોબાઇલ ફોનનું કવર પણ એક ખાસ નોંધવા જેવી નાની ડિટેઇલ છે. આવી પ્રોપ ડિટેઇલિંગ ફિલ્મના કેરેક્ટર ડિઝાઇનને વધુ સ્પેસિફિક બનાવે છે.
(3). મિત્રનો હવામાં જમ્પ લગાવીને બોલ પકડવાનો સીન, તેમજ કારની પાછળ બે પગે તથા બે હાથે દોડતો તેનો સીન, આ બંને વિઝ્યુઅલ આઇડિયાઝ ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ખૂબ રેર અને યાદગાર લાગે છે.
Technical points
IMDb અને Wikipedia બંનેમાં ફિલ્મનું જોનર (Genre) ડ્રામા તરીકે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મને તેના નેરેટિવ પ્રિમાઇસ અને સિનેમેટિક ટ્રીટમેન્ટના આધારે જોવામાં આવે તો તેનું મુખ્ય જોનર ‘ફેન્ટસી’ છે ‘ડ્રામા’ નહી.
‘ડ્રામા’ અહીં મહત્વપૂર્ણ સપોર્ટિંગ જોનર તરીકે કામ કરે છે, કારણ કે ફિલ્મમાં રિલેશનશિપ, લોસ, એટેચમેન્ટ અને ઇમોશનલ કોન્ફ્લિક્ટ જેવા ડ્રામેટિક એલિમેન્ટ્સ પણ છે. પરંતુ ફિલ્મની આખી નેરેટિવ એન્જિન એક ફેન્ટસી પ્રિમાઇસ પર આધારિત છે.
અર્થાત્, Fantasy is the core genre, while Drama and Comedy function as supporting elements.
Critical Observation
એક ફેન્ટસી ફિલ્મ હોવાના કારણે ફિલ્મના લોજીક વિષે વધુ ઊંડા ઉતરવાની જરૂરીયાત નથી લાગતી, નહી તો ફિલ્મ જોવા બાદ અમુક પ્રશ્નો જરૂર ઉભા થઇ શક્યા હોત.
“તમારી લાલો સો કરોડ કમાઈ.” આ સંવાદ એકદમ પ્રોપર જગ્યાએ અને ખુબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. મતલબ કે અહી ફિલ્મમેકર્સે અન્ય ફિલ્મની એ ક્રેડીટને જાહેર કરવાનો એક ઉદાર પ્રયત્ન કર્યો છે.
Movie trivia
(1). ઈશ્વર દ્વારા ભૂલથી કોઈનો જીવ લેવો અને ત્યારબાદ ભૂલ સમજાતા તેના આત્માને બીજા શરીરમાં સ્થાનાંતરિત કરીને ફરી જીવંત કરવો, આ કોન્સેપ્ટ ગુજરાતી સિનેમા માટે નવો અને અલગ પ્રકારનો વિષય છે. પણ હોલીવુડ અને બોલીવુડ માટે તે નવો કોન્સેપ્ટ નથી.
Here Comes Mr. Jordan (1941) આવી જ ફિલ્મ હતી, જેના પરથી જ્યુબીલી કુમાર એટલે કે રાજેદ્ર કુમારની ફિલ્મ Jhuk Gaya Aasman (1968) બની હતી. આ સિવાય Heaven Can Wait (1978) પણ મૃત્યુ પછી શરીર બદલીને બીજા શરીરમાં જીવન ચાલુ રાખવાના કાલ્પનિક વિષય સાથે જોડાયેલી એક સુંદર ફિલ્મ છે. આવી ફિલ્મોની યાદી ખુબ લાંબી છે પણ અહી અટકીએ છે.
(2). ફિલ્મમાં રોનક જયારે ગોઠણીયે બેસીને બોલને હવામાં ફેંકે છે, ત્યારે કુતરો તેની પીઠ ઉપરથી કુદકો મારીને બોલને હવામાં જ પકડે છે, આ સીન ખાસ ધ્યાન ખેંચે છે, ફિલ્મમાં આવા બે સીન્સ છે. આ સીન જોઇને A Dog’s Purpose (2017) ફિલ્મ યાદ આવી જાય ગઈ. તે ફિલ્મમાં પણ આવા ત્રણ સીન્સ હતા, જેમાંથી છેલ્લા સીનમાં તો હોલીવુડના પ્રખ્યાત એક્ટર ડેનિસ ક્વેઇડ છે.
Conclusion
ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ કલ્પી શકાય તેવા અલગ વિષયો પર ફિલ્મો બને છે. Asambhauuu પણ આ જ પ્રકારના એક અલગ કન્સેપ્ટને લઈને આવેલી ફિલ્મ છે.
આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ફિલ્મનો મુખ્ય હીરો માત્ર કોઈ અભિનેતા નથી, પરંતુ એક પ્રાણી છે. એક એનિમેલ કેરેક્ટરને નેરેટિવના ઇમોશનલ સેન્ટરમાં મૂકીને તેની આસપાસ ફેન્ટસી, કોમેડી, રિલેશનશિપ અને ડ્રામાની એક અલગ દુનિયા ઊભી કરવી એ ગુજરાતી સિનેમાના સંદર્ભમાં કંઇક અલગ પ્રકારનો પ્રયાસ છે.
ફિલ્મનું ઓવરઓલ કન્સેપ્ટ, પરફોર્મન્સીસ, કોમિક ટ્રીટમેન્ટ અને કેટલાક ક્રિએટિવ વિઝ્યુઅલ ચોઇસીસ તેને અન્ય ગુજરાતી ફિલ્મોથી અલગ બનાવે છે.
જો તમને ગુજરાતીમાં કંઈક અલગ, ફેમિલી-ઓરિએન્ટેડ એન્ટરટેઇનિંગ સિનેમા જોવાની ઈચ્છા હોય, તો Asambhauuu ચોક્કસ જોઈ શકાય તેવી ફિલ્મ છે. કંઈક નવું જોવાનો અને ગુજરાતી સિનેમામાં એક અલગ પ્રકારનો એક્સપેરિમેન્ટ જોવા મળ્યાનો સંતોષ તમને જરૂર થશે.
આ બ્લોગ આધારિત તમારા thoughts, feedback, નીચેના ‘comment section’માં લખી શકો છો, અથવા E-mail અને WhatsApp પણ કરી શકો છો.
