ફિલ્મ રીવ્યુ માટે કોઈ ચોક્કસ Technique નથી હોતી, જેથી દરેક Critics અને Reviewers પોતાની અલગ-અલગ પદ્ધતિથી રીવ્યુ કરતા હોય છે. ઉપરાંત, આ રીવ્યુમાં તેમનો perspective અને તેમનું vision પણ ખાસ ભાગ ભજવે છે, જેથી દરેકના રીવ્યુમાં ઘણો મોટો ફરક જોવા મળે છે. તેમ છતાં, દરેક વ્યક્તિ પોતાની રીતે સાચા પણ હોય છે.
પણ આ રીવ્યુ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તેના વિશે ચોખવટ કરવામાં આવે તો રીવ્યુને વધુ આસાનીથી સમજી શકાય છે.
GujaratiFilmReview.in દ્વારા ફિલ્મના રીવ્યુ માટે એક સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેથી આ રીવ્યુ વધુ સ્પષ્ટ અને સમજવામાં સરળ બને. અહીં ફિલ્મના દરેક પાસાને ધ્યાનથી સમજીને તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
01. ફિલ્મના તમામ ડિપાર્ટમેન્ટ્સનું રીવ્યુ અને વિશ્લેષણ
ફિલ્મના દરેક મુખ્ય Department, જેમ કે (1) Screenplay, (2) Acting, (3) Cinematography, (4) Editing, (5) Direction વગેરેને સંપૂર્ણ રીતે આવરી લઈને, ફિલ્મનું વિગતવાર Detailed Review અને તેની સાથે Technical Analysis કરવામાં આવે છે. આ વિશ્લેષણમાં ફિલ્મના Experiments અને Reference Points વિશેની વિગતો પણ આવરી લેવામાં આવે છે.
02. ફિલ્મના અન્ય સિનેમેટિક એલીમેન્ટ્સ
ફિલ્મના રીવ્યુમાં અમે અન્ય મહત્વપૂર્ણ Cinematic Elements, જેમ કે (1) Art & Creativity, (2) Technical Points, (3) Critics-Acclaimed Points, (4) Movie Trivia, (5) ફિલ્મના Release, Collection તથા Awards વિશે પણ લખીએ છીએ. નાના-મોટા Technical અને Creative Plus Pointsની સાથે-સાથે તેના વાસ્તવિક Minus Points પર પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
03. ડિરેક્ટર, એક્ટર્સ, ટેકનિશિયન્સ
ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા Director, Actors અને Technicians વિશેની કેટલીક જરૂરી અને વિશેષ માહિતી પણ આવરી લેવામાં આવે છે, જે દર્શકોને ફિલ્મના સર્જકો અને તેમના કાર્ય વિશે વધુ સારી સમજ આપે છે.
04. Goofs of film
કોઈપણ રચના 100% Perfect નથી હોતી અને મોટાભાગે તેમાં નાની-મોટી ભૂલો રહી જતી હોય છે. ફિલ્મોમાં Continuity અને Logicની નાની-મોટી ભૂલો હોવી ખૂબ જ સામાન્ય બાબત છે. આ પ્રકારના Goofs લગભગ દરેક ફિલ્મમાં જોવા મળે છે, જેના વિષે પણ રીવ્યુમાં ઉલ્લેખ કરવામાં આવે છે.
આ Goofs હોલીવુડ અને બોલીવુડની Top 10 Highest-Grossing ફિલ્મોમાંથી, તેમજ દુનિયાના ગ્રેટ ડિરેક્ટર્સની ફિલ્મોમાંથી પણ ખૂબ આસાનીથી જોવા મળી શકે છે. IMDbમાં પણ આ Goofs વિશે એક અલગ સેક્શનમાં ખાસ લખવામાં આવે છે.
05. ઓડીયન્સના સજેશન્સ, સૂચનો
છેલ્લે, સૌથી મહત્વપૂર્ણ, અમે દર્શક તરીકેના દૃષ્ટિકોણથી ફિલ્મના રીવ્યુમાં જરૂરી લાગતા Suggestions, સૂચનો અને તેમના Point of View પણ રજૂ કરીએ છીએ. કારણ કે ફિલ્મો આખરે ઓડીયન્સ માટે જ બને છે, તેથી તેમના પરિપ્રેક્ષ્યને સમજવું અને રજૂ કરવું પણ જરૂરી છે.
આમ, GujaratiFilmReview.in પર ફિલ્મના આ પાંચ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિગતવાર રીવ્યુ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવે છે.
અમારો ઉદ્દેશ્ય દર્શકો, રીવ્યુઅર્સ, ક્રિટિક્સ, ફિલ્મમેકર્સ, અને ફિલ્મ સ્ટુડન્ટ્સ, અને ફિલ્મ લવર્સ, વગેરે દરેકના પરિપ્રેક્ષ્યને સંતોષવાનો છે.